મારી આ લેસ્ટરમાં બીજી હોળી છે. ઈ તો સવારે મને યાદ આયવુ કે આજે હોળી છે. (ઈ પણ ઈન્ડીયાથી એક મિત્રએ કિધુ ત્યારે) પણ હોળીમાં કાંઈ મજા ના આવી. કાલે ધુળેટીમાં પણ જામે એવુ લાગતુ નથી. ધુળેટી માટેતો મારે અમદાવાદ હોસ્ટેલમાં જાવુ પડે.. હોસ્ટેલ જેવી તો માજા ક્યાય નો મલે. આજે તો એટલી ઠંડી હતી કે ખીસામાથી હાથ કાઢવાની મરજી નોતી થાતી તો પછી કલરથી રમવુ તો…
જોવો આજનો ગરમા ગરમ ફોટો (આમેય હોળી તો ગરમ જ હોયને
) સાંજના 6 વાગામા તો હોળી ચાલુ કરી દીધી, અને કલાક મા તો ખતમ… અને હોળી કાઈ આપણી જેમ છાણા તો ગોયતાય ન મલે. એટલે એમા હોય બધો ઘસિયો (હા સાઉથ આફ્રિકાના બધા ગુજરાતી કચરાપટ્ટીને ઘસિયો બોલે) ઘસિયામા હોય નકામા ટેબલ અને લાકડાના કટકા બટકા… આમેય કચરો લઈ જાવાના પણ સીટી કાઉંસીલવારા એટ્લે કે કોર્પોરેશનવારા રૂપીયા લ્યે છે એના કરતા તો સારુને… અમે તો હોસ્ટેલમાં ઘણીવાર હોરી (માથાકુટ) કરતા…
મે તો જામનગરની ઘણી ગલીઓમાં વાયચુ તુ કે “હોળી માતા સત્યા છે” પણ હકીકતમાં તો ઈ એક રાક્ષસ હતીને? ઓલા પ્રહલાદભાઈને મારી નાખવા માટે આયવીતી.. જે હોય ઈ આપણે તો ધુળેટીમાંજ જલ્સા કરવાના.. એકેયને મુકવાના નઈ, પુરેપુરા ભરી મુકવાના. સ્કુટરમા આગળ કોરા કલરનો કોથરો ભરીને નીકળવાનુ અને બપોરના 2 વાગા સુધીમાં બધા સગાવાલા, માસામાસી, ભાઈભાભીને પકડી લેવાના અને પછીતો ઓહ ઘસી ઘસીને નાવા બેસવાનુ.
બસ હવે અવડો મોટો રેપોર્ટ ઘણો તમે કાંઈક લખજો મેળ પડે તો…