Monthly ArchiveSeptember 2007
Uncategorized purelyvimal on 30 Sep 2007
પ્રભુ એટલું આપજો…
આજના સ્ટ્રેસના જમાનમાં, સંતોષ અને આનંદથી કેમ રહી શકાય એ શીખવતી આ પ્રાર્થના કદાચ બધાને ગમશે એમ માનીને અહીં મૂકું છું.
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય.
ભૂખ્યા કોઈ સૂવે નહીં, સાધુ-સંત સમાય.
અતિથિ ભોંઠો નવ પડે, આશ્રિત ના દુભાય.
જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય.
સ્વભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત.
શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે પ્રીત.
વિચાર-વાણી-વર્તને, સૌનો યાચું પ્રેમ.
સગાં, સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ.
thankgod

























