Monthly ArchiveJanuary 2008
Uncategorized purelyvimal on 05 Jan 2008
ઍનકાઉન્ટર
new year start with fun….its amazing answers by ashok dave..from gujarat samachar..
વર્ષ બદલાવાની સાથે માણસનું મન બદલાવાની તારીખો નક્કી હોત તો ?
- આ તારીખો જ્યોતિષીઓ તમને દસ દસ રૃપિયામાં કાઢી આલશે.
સ્ત્રી તેની કઈ અદામાં સર્વોત્તમ લાગે ?
- પુરૃષની આંખમાં કાંઈ ઝાંખ-બાંખ જેવું પડયું હોય ત્યારે.
ફાસ્ટફૂડ આટલું લોકપ્રિય કેમ થતું જાય છે ?
- પતિ-પત્ની બન્ને હરામ હાડકાના થઈ જવાને કારણે. એકને રસોઈ કરવાની ચિંતા નહિ, બીજાને વાસણ માંજવાની નહિ.
સાસુઓને હેરાન કરતી પુત્રવધૂઓ માટે સંસદમાં કોઈ કાયદો આવશે ?
- તમારો સવાલ બેન એકતા કપૂરને ફોરવર્ડ કર્યો છે.
શું આ નેતાઓ ભગવાનના ધામમાં પણ બૉડી-ગાર્ડ્સ સાથે રાખશે ?
- આમને આવેલા જોઈને ભગવાનો પોતાના માટે બૉડી-ગાર્ડ્સ રાખતા થઈ જશે.
એક ડગલું ય માંડ ચાલી શકતા બાજપાઈ કે ડૉ. મનમોહનસિંઘ જેવા પ્રાઈમ મિનિસ્ટર બને છે…
- તે આપણા દેશને ય ફક્ત એક જ ડગલું માંડ ચલાવે છે ને…!
સૌથી મોટો સદગુણ ક્યો ?
- આપણામાં હોય એ.
wish you happier new year..
alldabest….

























